અણસાર તારો
અણસાર તારો
હંમેશા યાદ રહેશે એ અણસાર તારો,
તું જ હતો જિંદગી ને જિંદગીનો સાર મારો,
ગુસ્સો પણ હતો એવો જાણે ધધકતી જ્વાળા,
તોય જીવનની પળોજણમાં સહારો હતો તું મારો.
આજે યાદ કરવા દે એ ધબકાર તારો,
તું ધબક્યો હતો ને જ્યારે બન્યો હતો મારો,
નોકઝોક થતી એવી લાગે અલગ થશે રસ્તા,
તોય જીવનના પળપળનો હિસાબ હતો તું મારો.
પ્રેમ બન્યો એવો તો અલગારો તારો,
તું રુહમાં વસ્યો ને જીવંતતા બન્યો મારો,
ક્યાં ખબર હતી કે એક દિવસ જિંદગી બની જઈશ,
હવે તો હર એક ધડકનમાં વસે છે તું બની એહસાસ મારો.

