અન્ન એવું મન
અન્ન એવું મન


અન્ન એવું મન, પણ મન ઈચ્છે ધંધાકીય અન્ન,
એવામાં ક્યાંથી થાય મન સ્થિર અને સાવ શાંત,
હર ખોરાક જો પ્રસાદ બની જાય તો હર આત્મા શુદ્ધ,
શાંત અને પવિત્ર અર્પે સૌને ખુશી ને આનંદ,
ભાવવિભોર બની જાય સમગ્ર સૃષ્ટિ કણ કણમાં,
ફેલાય સંતોષ અને વહે આનંદની નદીઓ નવી.