STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Romance

અનમોલ

અનમોલ

1 min
222

મારા ચિત્તડાનો ચોર છે તો પણ,

મારા મનનો તું નાચંતો મોર છે,

ભલે તું મુજથી દૂર છો તો પણ,

મારા માટે તું અતિ અનમોલ છે.


મળવાના વાયદા તોડ્યા કરે તું,

વાટ જોવડાવવીને તડપાવે તું,

ભલે તું મુજને તરસાવે તો પણ,

મારા માટે તું અતિ અનમોલ છે.


સપનામાં રોજ સતાવે મુજને તું,

રૂબરૂ મળે ત્યારે કજીયો કરે તું,

ભલે તું કજીયાખોર છે તો પણ,

મારા માટે તું અતિ અનમોલ છે.


"મુરલી" પ્રેમ દિવાની બનાવે તું,

મિલનની ઝંખના વધાર્યા કરે તું,

ભલે તું મુજને અવગણે તો પણ,

મારા માટે તું અતિ અનમોલ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance