અનમોલ રતન
અનમોલ રતન
જિંદગી અનમોલ રતન છે જેને,
ખોવાનું કદી વિચારતા નહીં,
જિંદગીનું મુલ્ય અંકાતું નથી,
તે સરળતાથી કદી મળશે નહીં,
તમામ દોલત ગિરવે મૂકીને પણ,
જિંદગીને ખરીદી શકાશે નહીં,
લખ ચોરાસીના ફેરા ફર્યા બાદ,
મળેલ જિંદગીને ભૂલતા નહીં,
સત્કર્મોથી જિંદગી મળી તેને,
દર્ગુણોથી ગુમાવતા નહીં,
જ્ઞાનીઓનો સંગ મળી જાય તો,
જ્ઞાન મેળવવાની તક ચૂકતા નહીં,
સત્સંગ કેરું ભાથુ બાંધીને,
ભક્તિથી રંગાયા વિના રહેતા નહીં,
અમૂલ્ય જિંદગી આપી છે પ્રભુએ,
સદ્ગુણોને કદી ત્યજતા નહીં,
જિંદગી ક્યારે પૂર્ણ થશે તેનો,
કદી પણ વિચાર કરતા નહીં,
અલ્પ સમય બચ્યો જિંદગીમાં,
"મુરલી" માનવતાને મૂકતા નહીં.
