અનેરો દેશપ્રેમ
અનેરો દેશપ્રેમ
આવો મિત્રો સૌને લાખો મળે, એકાદ મોકો દેશપ્રેમનો.
મળતાં જ મારી નાખે વિષાદ જો મળે અનેરો દેશપ્રેમનો
ઈશ્વરે આપવામાં કાંઈ ન બાકી રાખ્યું મળ્યો મોકો દેશપ્રેમનો,
આ જીવનની અણમોલ સોગાદ મળી બતાવી દઉં દેશપ્રેમ ને.
શૂરવીરતાની વ્યાખ્યા લખી નહીં જીવી જાણીએ,
અંતરાત્માનેય કરાવીએ આઝાદ વતન માટે મરી જાણીએ.
આપણી સ્મૃતિઓ વાગોળશે વતનના એ દેશપ્રેમીઓ,
સતત સ્મૃતિમાં રમતી યાદ બની ધબકીશુ દરેક શહીદો.
આપણો ભાઈ જેવો બંધ જ્યાં એ જ ભાઈબંધ બનીયે,
જાણે માબાપની જ એક ઓલાદ બની સરહદ પર રહીયે.
આ જીવન ફોજ કે ફોજ જ જીવન નક્કી ના થયું,
મૃત્યુના દેશમાંય અમર સાદ પ્યારો આ દેશપ્રેમનો એ પાક્કું થયું.