અનેક આશાઓ
અનેક આશાઓ
અનેક આશાઓ લઈને જીવું છું,
મનમાં સમંદર છૂપાવી આજ બેઠી છું ઝરૂખે...
કોણ જાણે ક્યાં જનમના,
સગપણ લગાવી આજ બેઠી છું ઝરૂખે...
હશે કોઈ જનમનું ઉધાર,
જે ચૂકવવા માટે આજ બેઠી છું ઝરૂખે...
તારાં સપનાં તારા જ ખ્યાલો,
ન જાણે કેમ વહી રહ્યાં આજ અશ્રુ,
ખબર નહીં કયા જનમના ઋણ ચૂકવવા બેઠી છું ઝરૂખે...
નથી એક જનમનો નાતો આ,
આ તો જન્મોજન્મનો સંગાથ,
એવું મનને મનાવી ને બેઠી છું ઝરૂખે.

