અને તમે મળ્યાં
અને તમે મળ્યાં
દિલે એક અહેસાસ જાગ્યો, અનેરો ધબકાર માણ્યો,
તમે મળ્યાં ને દિલે છલકતો એ મુખ મલકાટ ભાળ્યો,
વાસંતી વાયરાની માયા, કેસુડે રંગીન કેસરી છાયા,
તમે મળ્યાં ને મહેકી દિલે પારિજાત પુષ્પની માયા,
પ્રેમ પરિપથ પર ડગ દીધો, દિલે એક ધબકાર દીધો,
તમે મળ્યાં ને જીવન ઉપવનની કોયલે ટહુકાર કીધો,
હિંડોળા હિંચકે લેતા, ત્યાં દિલના લોલક ડંકા દેતા,
તમે મળ્યાં ને મન મસ્ત બની રાચતું સંસાર લીલા,
શુભ-લાભ છે જીવન છાયા, અટપટી સંસાર માયા,
તમે મળ્યાં ને મળી અટવાયેલા મનને સંતોષ છાયા,
'મૃદુ'ની શબ્દ સરિતા ધારા, વહેતી રહે પ્યાસી કાયા,
તમે મળ્યાં ને ઉદભવી કલમની સરગમે કવિતા માયા.

