અંધારું ઊગે છે
અંધારું ઊગે છે
સ્વપ્ન વાવી ને નિરાશા ફણગી
વાદળ ઓઢી ને તરાશા અળગી,
વૃક્ષનું વાદળે ચિક્કાર પલળવું ઊભું
મુજમાં પોકળ ચિત્કાર સળગવું ઊભું,
રગે રગમાં ચોમાસું ઘણઘણી ઘૂમે છે
રોજ નિસાસા રોજ અંધારું ઊગે છે
ને મૌન તારું તૂટે છે....!
