અંધાપો ઘવાય છે
અંધાપો ઘવાય છે
જગત જોવા,
આંખ આપી પ્રભુએ
પાપ જોઈને,
પાપી થઈ જવાય છે,
અંધાપો ઘવાય છે.
સુંદર કેવું છે,
દુનિયાનું સર્જન,
દુઃખ થાય છે
નિહાળી શકવા એ,
આંખ જ નથી.
આંખ બંધ છે,
લાગે જગત કાળું,
સલામ કરું,
ચક્ષુહિન લોકોને,
સદા અંધાપો.
આંખ વગર,
નિહાળી છું દુનિયા,
હૃદયરૂપી
પ્રભુએ આંખ આપી
જોવા દુનિયા આખી.
જોઉં છું બધું,
પાપ હોય કે પૂણ્ય
લોકોએ કર્યા.
આંખ નથી શું થયું ?
અનુભવ કરું છું.
જગત આખું
જીવે એક વ્હેમમાં,
અંધાપો શ્રાપ
સમજી બેઠા બધાં,
દોષ દીધો કર્મને.
