અમૂલ્ય
અમૂલ્ય
માનવ જન્મ અમૂલ્ય છે, તેનુ સમજોને મૂલ,
નહીં તો ભવોભવ સાલશે આજે કરેલી ભૂલ.
કોટિ જન્મો કેરાં પૂન્યથી, મળ્યુ માનવ તન,
આળસમાં ઊંધુ વળશે, જરા વિચારો મન.
આજે દેખાય છે ઉંજળુ રે, કાળુ થાશે તે કાલ,
ચેતી લે ચિતમાં ચાંપથી, જબરી આ માયાની જાલ.
વિખરાતાં કાયાના બાગને, ક્ષણ નહીં લાગે વાર,
સમજુ સમજી જાયે સાનમાં, માગે મૂરખ માર.
વેદ શાસ્ત્રો, શ્રુતિ ગાય રે, લેવુ હરિનું નામ,
ભાવના નામ ઉચર્યે રે, ધામો વૈકુંઠ ધામ.
