STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Inspirational

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Inspirational

અમર પ્રેમ

અમર પ્રેમ

1 min
213

સમય ભલે પસાર થતો રહે,

દુનિયા ભલે ઈર્ષા કરતી રહે,

છતાં પણ આપણા પ્રેમનો પ્રવાહ,

અવિરતપણે કાયમ વહેતો રહે,


અપમાન ભલે આપણું થતું રહે,

નફરતની જ્વાળા ભલે ફેલાતી રહે,

છતાં પણ પ્રેમના માર્ગમાં આપણો, 

વિશ્વાસ મજબૂત બનતો રહે,


તારાઓ ભલે વ્યંગમાં હસતા રહે,

ચંદ્ર ભલે અંધકાર ફેલાવતો રહે,

છતાં પણ પ્રેમના ઉજાસમાં આપણું, 

મિલન કાયમ મધુર બનતું રહે,


સૂરજ ભલે રોજ આથમતો રહે,

રાત્રીઓ ભલે વેરણ બનતી રહે,

છતાં પણ આપણો આ પ્રેમ "મુરલી",

ઈતિહાસમાં અમર બનતો રહે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance