STORYMIRROR

Isha Kantharia

Romance

4  

Isha Kantharia

Romance

અમર પ્રેમ

અમર પ્રેમ

1 min
420

વર્ષો બાદ વાંચ્યો મેં પ્રેમ ભર્યો તારો આ કાગળ,

જાણે નાચે મોર જોઈ કાળાદિંબાગ  વાદળ.


મેનકા,રંભા, ઉર્વશી લલચાવે છે મુજ ને પણ,

વશીકરણ કરે છે તારા નયનોનું કાળું કાજળ.


ઝરમર વર્ષાની બુંદો થી ભીંજાય છે બધા પણ,

મને ભીંજવે તારા શીશ પર પ્રસવેદ સમું ઝાંકળ.


ભાગે સૌ સુખ સંપત્તિની આસપાસ ઘેલા બની,

પણ મારે તો રહેવું હંમેશ તારા પ્રેમની જ પાછળ.


ઘણા બધાં બંધનો,સંબંધો તૂટે છે આ જીવનમાં,

પણ કોઈ દિવસ ના તૂટે આપણા પ્રેમની સાંકળ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance