Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Anjana Gandhi

Drama

5.0  

Anjana Gandhi

Drama

અમે સાગરની લહેરો

અમે સાગરની લહેરો

1 min
329


અમે સાગરની એ લહેરો, અમારી કિંમત ઓછી આંકશો નહીં,

કિનારાના ખડકો પર અમે ઈતિહાસ ચીતર્યો છે અહીં...


ન જાઓ દેહની અમારા આ નાશવંત રચના પર,

કરચલીઓ બદન પરની, કે ઝુલ્ફોની સફેદી પર,

ઉમર આખીનું સરવૈયું બદન પર ઉતાર્યું છે અમે..

અમે સાગરની એ લહેરો, અમારી કિંમત ઓછી આંકશો નહીં...


છીએ નુકસાનમાં કે નફામાં કદીયે એ વિચાર્યું નહિં,

જીંદગીનાં સિક્કાને બંન્ને બાજુથી ચલાવ્યો છે અમે અહીં,

અમે સાગરની એ લહેરો અમારી કિંમત ઓછી આંકશો નહીં...


નસીબનાં ખેલ કૈંક એવા, હથેળીની રેખાઓ આ,

કરીને સંઘર્ષ હાથોની, અમે બદલી રેખાઓ આ,

અમે સાગરની એ લહેરો, અમારી કિંમત ઓછી આંકશો નહીં,

કિનારાના ખડકો પર અમે ઈતિહાસ ચીતર્યો છે અહીં..


Rate this content
Log in

Similar gujarati poem from Drama