STORYMIRROR

urvashi trivedi

Drama

3  

urvashi trivedi

Drama

સ્વપ્નની દુનિયા

સ્વપ્નની દુનિયા

1 min
15

સ્વપ્નની દુનિયા તો અલગ જ દુનિયા

રાત્રી આખી ઝળહળતા રહે ને

દિવસના અંધારામાં ઓગળી જાય.


ફાનસની જેમ રાત્રી આખી

પ્રકાશપુંજમાં વિહરતા રહે ને

વહેલી પરોઢે વાટની સાથે બળીને

કાચને અંજન લગાવી વિહમી જાય.


કીકીઓના જારના જળમાં

રાત્રી આખી વલોવતા રહે ને

પાંપણ ખુલતા પરપોટા બની

કોઈ તૂટે કોઈ હવામાં ઓગળી જાય.


હૃદયની ગુફામાં સૂતેલા પારેવા

ઉજાસ થતાં જ ફડફડવા લાગે

કેટલાક ઊડીને ગગનને ચૂમે તો

કેટલાકની પાંખો જ કપાઈ જાય.


સ્વપ્નની દુનિયા તો અલગ જ દુનિયા

રાત્રી આખી ઝળહળતા રહે ને

દિવસના અંધારામાં ઓગળી જાય.


साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati poem from Drama