STORYMIRROR

Neel Nimbark Nilesh (Akshay)

Drama

3  

Neel Nimbark Nilesh (Akshay)

Drama

આમ તો હું વિશાળ આકાશ છું

આમ તો હું વિશાળ આકાશ છું

1 min
50

આમ તો હું વિશાળ આકાશ છું, 

આમ તો હું સાવ ખાલીખમ છું.


ભલે ને દિવસે હું ઝેલતો હોઉં સૂરજનાં તાપને, 

પણ સાંજ થતાં જ શીતળતા અનુભવું છું, 

અને પેલા ચંદ્ર તારલાઓથી ભરાઈ જાવું છું, 


આમ તો હું વિશાળ આકાશ છું, 

આમ તો હું સાવ ખાલીખમ છું.


પણ મને કયાં જુએ છે કોઈ અહીં, 

એતો માત્ર જુએ છે ચમકતા ચંદ્ર અને તારલાઓને, 

છતાં લોકો કહેશે કે કેવું ચમકે છે આકાશ, 


આમ તો હું વિશાળ આકાશ છું, 

આમ તો હું સાવ ખાલીખમ છું.


Rate this content
Log in

More gujarati poem from Neel Nimbark Nilesh (Akshay)

Similar gujarati poem from Drama