ઝરમર વર્ષા
ઝરમર વર્ષા
ઝરમર વર્ષા વરસે બહેન તારી યાદ આવે,
વરસાદમાં કરેલી મસ્તી લાવે આંખમાં નમી,
શ્રાવણ આવે બહેન તારી યાદ આવે,
આઠમના મેળાની મઝા ને બળેવની મસ્તી લાવે આંખમાં નમી,
ભાદ્રમાસ આવે બહેન તારી યાદ આવે,
ગણેશ વિસર્જન લાવે આંખમાં નમી,
આષો માસ આવે બહેન તારી યાદ આવે,
નોરતાંની રમઝટ લાવે આંખમાં નમી,
ભાઈ બીજ આવી બહેન તારી યાદ આવે,
આજ મારા જન્મ દિને વિયોગ તારો, લાવે આંખમાં નમી,
આ શુભ દિને કરું પ્રાર્થના પ્રભુ ને,
સદા સુખી રહે બહેન મારી જીજુ સંગ.