છે ખુદાઈ
છે ખુદાઈ
ભરો ડગ પથે કરવાને ભલાઈ
નહીં પૂછવું પડે ક્યાં છે ખુદાઈ
છલકતા નયન પ્રેમે તો દુહાઈ
મળે સાદ એના જ્યાં છે ખુદાઈ
મળે આદર જગે એજ હરખાઈ
કહેશે જ પુષ્પો ત્યાં છે ખુદાઈ
અહિંસા થકી જ સમે વેરઝેર
મહા મોટપ કહે ત્યાં છે ખુદાઈ
અમનના વહેવા દો વાયરાઓ
દુઆ ‘દીપની તો જ્યાં છે ખુદાઈ.