અમે ફેર ફુદરડી
અમે ફેર ફુદરડી
અમે ફેર ફુદરડી રમતા'તા, અમે ફેર ફુદરડી રમતા'તા
ફેર ફુદરડી ફરતાં ફરતાં પડી જવાની કેવી મજા !
ભાઈ, પડી જવાની કેવી મજા !
અમે સંતાકુકડી રમતા'તા, અમે સંતાકુકડી રમતા'તા
સંતાકુકડી રમતાં રમતાં, પકડાઈ જવાની કેવી મજા !
ભાઈ, પકડાઈ જવાની કેવી મજા !
અમે આમલી પીપળી રમતા'તા
અમે આમલી પીપળી રમતા'તા
આમલી પીપળી રમતાં રમતાં, સંતાઈ જવાની કેવી મજા !
ભાઈ, સંતાઈ જવાની કેવી મજા !
અમે બિલ્લી ઉંદર રમતા'તા, અમે બિલ્લી ઉંદર રમતા'તા
અમે ચું ચું મ્યાઉં મ્યાઉં કરતા'તા
અમે ચું ચું મ્યાઉં મ્યાઉં કરતા'તા
ચું ચું મ્યાઉં મ્યાઉં કરતાં કરતાં નાસી જવાની કેવી મજા !
ભાઈ, નાસી જવાની કેવી મજા !
અમે સાતતાળી રમતા'તા, અમે સાતતાળી રમતા'તા
સાતતાળી રમતાં રમતાં દોડી જવાની કેવી મજા !
ભાઈ, દોડી જવાની કેવી મજા !
