અમે મચ્છરીયા
અમે મચ્છરીયા
અમે મચ્છરીયા ગણગણાટ કરતા
લોહીના પીનારા અમે કોઈને ન ગમતા
તાળીઓ પડાવતા છું મંતર થાતા
લોહીના પીનારા અમે કોઈને ન ગમતા
ડેન્ગ્યુ ફેલાવતા, મેલેરિયા લાવતા
લોહીના પીનારા અમે કોઈને ન ગમતા
ચિકનગુનિયા લાવતા સૌને પછાડતા
લોહીના પીનારા અમે કોઈને ન ગમતા
ગંદકીમાં રહેતા કોઈથી ના ડરતા
લોહીના પીનારા અમે કોઈને ન ગમતા
અમને ભગાડવા તમે ગંદકી દૂર કરતા
લોહીના પીનારા અમે કોઈને ન ગમતા
શેરી ગલીમાં તમે સ્વચ્છતા જાળવતા
લોહીના પીનારા અમે કોઈને ન ગમતા
તમે સ્વચ્છતા જાળવતા અમે દૂર ભાગતા
લોહીના પીનારા 'વાલમ' કોઈને ન ગમતા
