STORYMIRROR

KANAKSINH THAKOR

Tragedy Others

3  

KANAKSINH THAKOR

Tragedy Others

અમે ધાર્યું ‌હતુ એવું નથી

અમે ધાર્યું ‌હતુ એવું નથી

1 min
201

અમે ધાર્યું ‌હતું એવું નથી દોસ્ત આજ દેશમાં 

ખુરશીના ભૂખ્યાં લાલચુઓના છે રાજ દેશમાં,


પોતાનો કક્કો સાચો ને બીજા બધાનો ખોટો

માણસો મરે તોય પોતે પહેરે છે તાજ દેશમાં,


લાશોના ખડકયા ઢગ, વેપાર કરે આખા જગ

મસાણમાં મડદાંઓ કરી રહ્યા છે સાદ દેશમાં,


પ્રેમનો બાંધશે માળો, લાવ્યાં બેકારીનો ગાળો

કહો તમે નારીની સુરક્ષિત રહી છે લાજ દેશમાં,


આવ્યો ભૂખમારો, લાવ્યાં ભીખ માંગવાનો વારો

ગરીબોને પંજામાં જકડે તેવા છે બાજ દેશમાં,


કોરોનાથી મરે છે દેશ, તમે બદલી દીધા છે વેશ

કેટલાંક લોકો ખોટા તમ પર કરે છે નાજ દેશમાં,


લોકોની સંભાળય બૂમો, તમે જ્યાં ત્યાં ઘૂમો

ખોટાં ભરોસા આપીને વાળી છે દાઝ દેશમાં,


અમે ધાર્યું ‌હતું એવું નથી દોસ્ત આજ દેશમાં 

ખુરશીના ભૂખ્યાં લાલચુઓના છે રાજ દેશમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy