અમારા ઘરની બેઠક
અમારા ઘરની બેઠક
લીમડાની નીચે એક નળિયાવાળી રૂમ હતી,
એ જ અમારો બેઠક ખંડ અને એજ અમારો સિટિંગ રૂમ હતો,
મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ બહેનની હૂંફ હતી,
પંખીઓના ટહુકાની મોજ હતી,
દિવાળીમાં ફટાકડા નહિ પરંતુ મળવા આવનારની ભીડ હતી,
ના કોઈને હતાશા, ના ઉદાસી, ના કોઈ પીડ હતી,
શિયાળામાં તાપણાંની મોજ હતી,
અમારા પોતાના આપણાની સાથે રોજે રોજ મોજ હતી,
શિરો ને સુખડી વારે તહેવારે બનતા,
પરિવારના સૌ સાથે મળી જમતા,
બેઠકખંડ એ જ અમારું પુસ્તકાલય હતું,
અને જિંદગીનાં પાઠો શીખવતું એ જ અમારું વિદ્યાલય હતું,
પંખીઓના ટહુકાથી આખું ફળિયું જાગી જાતું,
જાગીને કરતા એકબીજા સાથે સૌ મીઠી વાતું,
જગ્યાનો ખૂબ હતો અભાવ,
પણ હૈયે ઉમળકો અને હતો સદભાવ,
રાતે સૌ ભેગા મળીને અમે જમતા,
સુખ દુઃખની વાતો અમે સૌ કરતા.
