અલ્પવિરામ પ્રેમને નથી
અલ્પવિરામ પ્રેમને નથી
મારા પ્રેમને ના સમય બદલી શકશે,
કે ના સંજોગ બદલી શકશે મારી ભાવનાઓ.
જેવી હતી એવી જ છે અને રહેશે,
પરિવારને અઢળક પ્રેમ આપતી રહીશ.
કોઈને અઢળક પૂજનારા,
કોઈની ખુશીઓ માટે રડનારા.
કોઈને સપનાઓમાં મળનારા,
મને તો અઢળક પ્રેમ આપનાર સગાં વહાલાં મળ્યા,
જ્યાં કોઈ અલ્પવિરામ જ નથી પ્રેમ ને.
