અલગતા
અલગતા


સૌ એ મને દૂર કરીને,
બહાના ઘણા બનાવ્યા.
મને બધાથી અલગ કરીને,
ભેગા થઇ દોષ દેખાડ્યા.
મારું મન તોડવા માટે,
ઘણા કાવતરા બનાવ્યા.
એકલા થઇને મેં પણ ખુદ,
મારા પર અવળા વિચારો કર્યા.
મારા પર મેં જ પોતે પણ,
ઘણા હૃદયનાં ઘા માર્યા.
જ્યારે મને મારી શક્તિની ખબર થઈ,
જ્યારે મારા જુસ્સાની ઓળખાણ પડી,
ત્યારથી મેં હવે આ એકલતા છે અપનાવી,
અને મારા નામની ઓળખાણ બધાને ભારે છે પડી.