STORYMIRROR

Bharat Thacker

Inspirational

3  

Bharat Thacker

Inspirational

અકસ્માતનો આંતકવાદ

અકસ્માતનો આંતકવાદ

1 min
312

માર્ગ અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે દિન રાત,

આજની જિંદગીમાં માર્ગ અકસ્માતની બધા પર છે ઘાત,

આંતકવાદથી પણ વધુ ખતરનાક છે માર્ગ અકસ્માત,

બધા ભેગા મળીને આપીએ માર્ગ અક્સ્માતને માત.


ઓવરટેકીંગમા ના હોવો જોઇએ અહમનો ભાવ,

ડ્રાઇવીંગ સમયનો તનાવ અકસ્માતનો સર્જી શકે બનાવ,

આંતકવાદથી પણ વધુ છે માર્ગ અકસ્માતનો પ્રભાવ,

ટ્રાફીક નિયમના પાલનને બનાવી લ્યો સ્વભાવ,


ડ્રાઇવીંગ સમયે વાહનની ગતિમાં રાખો પ્રમાણભાન,

ડ્રાઇવીંગ સમયે મોબાઇલ છે અકસ્માતનો સામાન,

આંતકવાદથી પણ વધુ ગંભીર છે માર્ગ અકસ્માતનું આહ્વાન,

ચૂંટણી ઢંઢેરામાં પણ હોવું જોઇએ માર્ગ સુરક્ષાને સ્થાન.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational