અકારણ નારાજ થયા છો
અકારણ નારાજ થયા છો
કેમ અકારણ નારાજ થયા છો
કેમ આમ વણ બોલ્યા બેઠા છો,
મારા બગીચાની વસંત તમે છો
'ને સૂકી પાનખર પણ તમે જ છો,
મન ધરાનો આષાઢી મેઘ તમે છો
'ને કમોસમી ઝાપટું ય તમે જ છો,
ખુલ્લી આંખની શોધ તમે છો
'ને રાત્રિનું સ્વપ્ન ય તમે જ છો,
મારા મનની અનંત પ્રિત તમે છો
'ને શ્વાસોની ખૂશ્બૂ ય તમે જ છો,
વિચારોના વહેણનો અંત તમે છો
'ને મજધારે કિંજલ ય તમે જ છો,
કેમ અકારણ નારાજ થયા છો
કેમ આમ વણ બોલ્યા બેઠા છો.

