અજાણ્યું
અજાણ્યું
અજાણ્યું જાણીતું થાય તો કેવી મજા,
પેલો ચાંદો તારલો મળે તો કેવી મજા !
અજાણ્યે જ રસ્તામાં તું મળે તો,
અજાણ્યા રસ્તા પર હરિ મળે તો !
અજાણ્યા શહેરમાં જાણીતું મળે,
ને જાણીતા શહેરમાં કોઈ અજાણ્યું.
અજાણતાં જ પ્રભુ તું મળે તો,
જન્મારો સફળ થાય રે મારો.
અજાણતાં જ મળી સફળતા મને,
ને જાણીતા સૌ દોડ્યા મારી પાછળ.
