અજાણી જગ્યા
અજાણી જગ્યા
હતી એક જગ્યા અજાણી
એની સંગ એક માયા બંધાણી
જે વ્યક્તિ હતી સાવ અજનબી
એની સાથે જ દુનિયા મારી બની
મૈયરની માયા મુજથી વિખુટી રહી
એ અજાણી જગ્યા કાયમી બની
હતી જે વ્યક્તિ સાવ અજાણી
એજ જીવન જીવવાની પ્રિત બની
આજ તો છે સ્ત્રી જીવનની રીત
અજાણી જગ્યાએ વિતાવે પળ નિત
