STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Drama

3  

Meenaz Vasaya. "મૌસમી"

Drama

અજાણી છોકરી

અજાણી છોકરી

1 min
175

દિલ માં ઉત્સાહ જગાવી ગઈ,

અજાણી અલબેલી છોકરી,

સાંસોના તાર ને ઝંકૃત કરી ગઈ એ છોકરી,

મોસમનો પહેલો વરસાદ બની ભીંજવી ગઈ,

અજાણી અલબેલી છોકરી,


કેટલાય કામણ કરી ગઈ એ છોકરી,

હોઠ એના જાણે કમળની પંખૂડી,

બોલે તો મોતી ઝરે,

કુદરતે આપ્યું રૂપ એને ખોબલે ભરી,

ઋતુઓની એ છે રાણી,


અપ્સરા પણ એની પાસે ભરે પાણી,

એ તો રૂપ રૂપના અંબાર સમી રાણી,

એની સુંદરતા સૌ એ વખાણી,

ખુશીઓની કરે એ લ્હાણી,

વિશ્વની તમામ સુંદરતા એમાં સમાણી,


મીઠી મધુર છે એની વાણી,

મને મળી એક છોકરી અલબેલી અજાણી,

રહસ્ય ભરેલી લાગી મને એની આંખો મજાની.


Rate this content
Log in

Similar gujarati poem from Drama