STORYMIRROR

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

અહંકારને ધો

અહંકારને ધો

1 min
259


અહંકારને ધો, સાધક તારા, અહંકારને ધો.

તન ને મનથી સેવી એને કેવલ જો... સાધક તારા.


લગની એવી લગાડ લાગે એના વિણ ના કો,

ગ્રંથ-જ્ઞાન-તપ-માન મૂકીને પૂજા ફૂલ બન હો ! સાધક તારા.


રાગદ્વેષને ટાળી દે, ના ભેદભાવથી જો.

રામ રમે છે ચરાચર મહીં, પડદો રાખે શો ? સાધક તારા.


મોટાઇની વાત મૂકીને બાલક બનતાં રો,

ગર્વ ગળાવી દે સઘળો યે, બડભાગી થા તો... સાધક તારા.


હું હું – ની વાતો મૂકીને તુંની કર વાતો,

‘પાગલ’ અંતરના પટ ખૂલશે કૃપા વરસતાં હો... સાધક તારા.


- શ્રી યોગેશ્વરજી


Rate this content
Log in

Similar gujarati poem from Classics