અહેસાસ
અહેસાસ


નામ ન આપું પ્રેમને, પણ અહેસાસ ને તો હું જીવી જ લઈશ
જાહેરમાં ભલે નજર ને બચાવીશ, વિચારોમાં તો હું તમને પામી જ લઈશ.
વાત અહીં આપણી નથી, પણ બદનામી તો હું હરગીઝ થવા નહિ જ દઈશ
વાત છે પામવાની, તો તમારી ક્યાં જરૂર છે હું કામ મારાથી ચલાવી જ લઈશ.
એક નજર પામવાને તમારી ભલે હું, ઘણું બધું સહી જ લઈશ,
ને છતાં તમે મારી હાજરીની નોંધ પણ નહીં લો તો હું મન ને મનાવી જ લઈશ.
સ્વીકારશો નહિ તમે, ને હું મારી લાગણીઓ ને દબાવી જ લઈશ,
જો આમ જ ચાલ્યું તો હું પણ નિપુર્ણ દિલને મારા પથ્થર બનાવી જ દઈશ.