અધુરી કહાની
અધુરી કહાની
હું ક્યાં કહું છું કે,
ઘાયલ કરે છે તું,..
તારા અબોલાજ એવા છે કે,
શાયર કરે છે, તું,..
દુનિયાથી જ્યારે હારું છું હું,
ત્યારે મારા દિલમાં,
તારી યાદોનું નાનકડું ફાયર છે તું,..
કલમ ઘણી રાખું છું, હું,. "પણ"
એ કલમમાં શબ્દસરિતા બની આવે છે તું,
હું ક્યાં કહું છું કે,
રડાવે છે તું,
તારા અબોલાજ એવા છે કે,
બાદશાહ ને લખાવે છે તું,..
જ્યારે કાગળમાં લખું છું હું,
ત્યારે આંસુ બની આવે છે તું,.
શબ્દો તો ઘણા યાચું છું હું,. "પણ"
મારો અધૂરો પ્રેમ બની આવે છે તું,..
હું ક્યાં કહું છું કે,
ભુલાવે છે તું,
તારા અબોલાજ એવા છે કે,
અધુરી કહાની બોલાવે તું,..
જયારે મારી ભૂલો ને કહું છું હું,
ત્યારે માફી બની આવે છે તું,
આમ તો દુનિયામાં પ્રેમ શોધું છું,. હું "પણ"
મારી અધુરી કહાની બની આવે છે તું..!
તારા અબોલાજ એવા છે કે, શાયર બનાવે છે, તું...
તારા અબોલાજ એવા છે કે, શાયર બનાવે છે, તું...

