અધર સ્પર્શ
અધર સ્પર્શ
વહાલસોયી માતાનાં
અમૃતરસ ટપકતાં,
વાત્સલ્યથી નીતરતાં,
લાગણીથી છલકતાં,
પ્રેમપરિમલથી મહેકતાં,
મીઠા અધરનો સ્પર્શ,
મુજ અધરને થતાં,
કંઈ કેટલી યે વાતો,
વણબોલે કહેવાઈ ગઈ.
કેટલી યે લાગણીની ધારા,
હૈયાને છલકાવી ગઈ.
કંઈક કેટલું યે વાત્સલ્ય,
સૂપડાં ભરીને ઠલવાઈ ગયું.
કંઈ કેટલો યે પ્રેમ પરિમલ,
જીવનને મહેંકાવી ગયો.