અઢી અક્ષરનો જાદુ
અઢી અક્ષરનો જાદુ
ગજબની અસર છે આ પ્રેમ શબ્દની,
ધણાં પ્રેમ પાછળ દિવાના થાય છે,
પ્રેમિકાની સુંદરતાના વખાણ કરીને,
ધણાં પ્રેમના શાયર બની જાય છે.
નજરથી નજર જો મળે પ્રેમીઓની,
નજરોના જામ છલકાઈ જાય છે,
જ્યારે દિલથી મિલન થાય છે ત્યારે,
પ્રેમની શરણાઈઓનું ગુંજન થાય છે.
ગજબ સ્વભાવ છે આ પ્રેમિકાઓનો,
નજીવી બાબતમાં રિંસાઈ જાય છે,
રિસામણાં મનામણાંમાં નિષ્ફળ થતાં,
નફરતની આગમાં લપેટાઈ જાય છે.
વિરહની જ્વાળામાં તડપે છે ત્યારે,
શિવ રંજનીના સ્વરો રેલાઈ જાય છે,
નયનોમાંથી અશ્રુંની નદિઓ વહાવીને,
મજનું બની દુનિયામાં ઠોકરો ખાય છે.
અઢી અક્ષરના શબ્દને સમજે તેની,
જીંદગી વસંતની જેમ મહેંકી જાય છે,
અમાસની અંધારી રાતમાં પણ "મુરલી",
તેને પૂનમની ચાંદનીનો ભાસ થાય છે.

