STORYMIRROR

Mahendra Rathod

Romance Tragedy

3  

Mahendra Rathod

Romance Tragedy

અચાનક જોઈને તમને...

અચાનક જોઈને તમને...

1 min
5.9K



ઉભા રહી ગયા તમે ત્યાં જોઈ અચાનક અમને,

વીતેલી એ ઘડીઓ યાદ આવી અચાનક તમને,


આજુબાજુ જોઈને તમે કરી લીધી એક ખાતરી,

મળ્યા હતા બેઉ એકમેકને જ્યારે હતી અખાતરી,


હોઠ ફફડતા રહી ગયા ને ભીની થઇ જ્યાં પાંપણો,

લજવાઈ ગઈ જોઈ તમને એ તાજી ફુટેલી કૂપણો,


છુપાઈને વાદળમાં સૂરજ પણ મૃદુ હાસ્ય વેરતો'તો,

અડીને જ્યાં પાલવ પાંપણને લાગણીઓ છેડતો'તો,


ધૂળની ઉઠી એક ડમરી ને રૂંધાવા લાગ્યા એ શ્વાસ

ઉપડેલા કદમ પાછા વળ્યા જ્યાં તૂટ્યો એ વિશ્વાસ,


ઉભા રહી ગયા તમે ત્યાં જોઈ અચાનક અમને,

વીતેલી એ ઘડીઓ યાદ આવી અચાનક તમને!


Rate this content
Log in

Similar gujarati poem from Romance