અબોલા
અબોલા
મનાવી પટાવી થાક્યો છુ હું,
ચાલ મુકી દે હવે તું અબોલા,
મુખ ચડાવી ગુસ્સો કરીશ તો,
કેમ ઉજવશું મનનાં મેળા ?
વસંત ખીલી છે પ્રેમની તેમાં,
ચાલ ગાઈએ મધુરા તરાના,
શીતળ લહેરાતા સમીર સંગે,
ચાલ ઝૂલીયે પ્રેમનાં હિંડોળા,
મદમાતા આ યોવન રસનાં,
ચાલ પીયે અમૃતરસ પ્યાલા,
ઝરમર વરસતી પ્રેમવર્ષામાં,
ચાલ મિટાવીયે પ્રેમની જ્વાળા,
બદલતી મોસમની કરવટમાં,
શાંત થઈજા તું તારા મનમાં,
અબોલા છોડી માનીજા "મુરલી"
ચાલ સમાઈ જા મારા હૃદયમાં.

