Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pallavi Oza

Inspirational

3  

Pallavi Oza

Inspirational

અબોધ મા

અબોધ મા

1 min
131


માં તું મોટી છો પણ અબોધ રહી,

સંતાનોને ભણાવ્યા પોતે અભણ રહી,

મીઠી બોલી બોલતા તને ના આવડી,

ગુસ્સો કરી બાળકનું ઘડતર કરતી‌,


ગણિતમાં તો સાવ કાચી રહી,

દૂધવાળાનો હિસાબ કરતાં ના શીખી,

ઉજાગરા વેઠ્યા તે દિવસ રાત્રી,

દુનિયાદારીમાં સાવ કંગાળ નિવડી,


માં તને કદી ખબર ના પડી,

તારા ભવિષ્યના જીવનની,

પોતાની જાતને ઘડપણમાં સાચવવાની,

તારા સંતાનોમાં હંમેશા તું ઘેરાયેલી રહી,


માં તું સાગર પાસેથી કાંઈ જ ના શીખી શકી,

સાગરમાં આવતી ભરતી ઓટ તારામાં કદી ના દીઠી,

તારા સ્નેહ લાગણીમાં લેશમાત્ર ખોટ ના વરતાણી,


માં તને દુનિયાએ જ્યારે ઠોકર મારી,

પંચીગ માની મેં ગુસ્સો કર્યો ઉપર તારી,

હંમેશની જેમ તે મને માફી આપી,


માં તું માનતી કે દુનિયા મને ના કરે દુઃખી,

તું અજ્ઞાન રહી પણ સમજણ આપતી રહી,

માં તે મને શીખવવામાં કાંઇ ના રાખ્યું બાકી,


પણ મને સહનશીલતા ના શીખવી તારા જેવી,

ભલે મારી માતા અબુધ ને અબળા રહી,

હે પ્રભુ જન્મોજન્મ આજ મા મળે પ્રાર્થના તેવી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational