STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Drama

3  

Jaya. jani. Talaja."jiya"

Drama

આવું કેમ બને ?

આવું કેમ બને ?

1 min
233

આખેઆખો લાક્ષાગૃહ બળે ને, 

અર્જુનની એક લટ પણ ન બળે.

આવું કેમ બને ? 


ઝેરવાળું ભોજન ભીમ જમે, 

મૃત્યુને બદલે અમરત્વ મળે ? 

આવું કેમ બને ? 


ભરુંનાં ભાલાથી ભાણેજ (અભિમન્યુ) ભૂમિ પર ઢળે. 

રણભૂમિ પર,રણછોડ મામા (કિશન) મૌન સેવે. 

આવું કેમ બને ? 


બાળપણમાં, બાળા સીતા, બાણથી રમે.

ને એજ સીતા રામની રાહે લંકામાં દિવસો ગણે.

આવું કેમ બને ? 


માતા કુંતાનાં બે પુત્ર રણમેદાનમાં સામસામા લડે.

કવચ કુંડળવાળો કર્ણ, ધરા પર ઢળે,

અર્જુન વિજય હાંસલ કરે.

આવું કેમ બને ? 


રાખી સત્તા દુર્યોધનને હાથમાં, મોકલ્યાં પાંડવોને વનમાં.

પાપી રાજ ભોગવે ને, કૃષ્ણની બેન ઠોકર ખાઈ જંગલમાં

આવું કેમ બને ? 


ભૂમિ પર જન્મ લઈ ભગવાન,

પાપીઓથી ધરાને બચાવવા.


ધર્યો દશાવતાર સત્ય, સ્ત્રીને ઋષિને બચાવવા.

પાપીઓને હણ્યાં છતાં,પાપી જગમાં જોવા મળે.

 આવું કેમ બને ? 


એક જ ઘરમાં, કથાકાર ને સાહિત્યકાર ભેગા ભળે.

એક પુરાણની કથા કરે, બીજો સાહિત્યની વ્યથા ધરે.

એક ઘરમાં બે કલાકાર જોવા મળેે.

આવું કેમ બને ? 


Rate this content
Log in

Similar gujarati poem from Drama