Read On the Go with our Latest e-Books. Click here
Read On the Go with our Latest e-Books. Click here

Rajeshri Patel (Youtuber)

Inspirational


4  

Rajeshri Patel (Youtuber)

Inspirational


આવશે જરૂર કાંઠે

આવશે જરૂર કાંઠે

1 min 227 1 min 227

પ્રેમરૂપી નૈયા છે મારી મઝધારે,

હેતના હિલોળે આવશે જરૂર કાંઠે,


ભક્તિરૂપી નૈયા છે મારી મઝધારે,

કૃષ્ણના ખેવનહારે આવશે જરૂર કાંઠે,


પ્રતિષ્ઠારૂપી નૈયા છે મારી મઝધારે,

સત્યના હલેસે આવશે જરૂર કાંઠે,


જીવનરૂપી નૈયા છે મારી મઝધારે,

ખુશીઓની લહેરોએ આવશે જરૂર કાંઠે,


 સરસ્વતીરૂપી નૈયા છે મારી મઝધારે,

કવિતાની સફરે આવશે જરૂર કાંઠે,


વિરહરૂપી નૈયા છે મારી મઝધારે,

યાદોના તરાપે આવશે જરૂર કાંઠે,


શ્વાસરૂપી નૈયા છે મારી મઝધારે,

મીઠી સુવાસોના તોફાને આવશે જરૂર કાંઠે,


નિષ્ફળતારૂપી નૈયા છે મારી મઝધારે,

સફળતાના વમળે આવશે જરૂર કાંઠે,


કલમરૂપી નૈયા છે મારી મઝધારે,

કાગળ ને શાહીની લહેરખીએ આવશે જરૂર કાંઠે.


Rate this content
Log in

More gujarati poem from Rajeshri Patel (Youtuber)

Similar gujarati poem from Inspirational