STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

4  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

આવો કરીએ વૃક્ષારોપણ

આવો કરીએ વૃક્ષારોપણ

1 min
372

શીત ધાગે સાંધે સંગાથ વાદળને ધામ,

દે ઝાડવાં જુવાન ધરણીને ભાવે સલામ,

સૃષ્ટિ ચેતનાનો ગરવો સેતુ તરુવર,

આવો કરીએ ઝીલી વર્ષા વૃક્ષારોપણ,


તરણાં, વેલીને છોડવા સજે પુષ્પે રુપલ,

ખીલે ઝૂમે વન રાજીપો, લીલુડો લથપથ,

લીલી ધરતીના દર્શન મનહર, 

આવો કરીએ ઝીલી વર્ષા વૃક્ષારોપણ,


નથી રે વાવ્યાં ફક્તને ફક્ત તમે વૃક્ષ,

પણ વાવ્યાં છે કલરવ મધુર,

ઐશ્વર્યનાં ટહુકતાં રણકશે પગરવ,

આવો કરીએ ઝીલી વર્ષા વૃક્ષારોપણ,


છાંયા શીળા ને નયન રમ્ય પંખીના મેળા,

ગામે ગામનાં ઝાડો દે પાદર સરનામાં,

કળાયેલ મોરલો નચવે જય ગોપાલ,

ધન્ય! તરુવર તમે અર્પો વૃન્દાવનના વ્હાલ,


છેડે કેસૂડો જોબનિયું હોળી સંગીત,

જીવન શબ્દમાં સમાયું વનનું ગીત,

વંદન , ચંદન ઔષધિયાં ફળ આલમ

ધન્ય! ધરણે વર્તે લીલા લહેર,

વૃક્ષ એટલે બસ મહેર મહેર ને મહેર,


મૂળથી ઝાડ જકડે તીર્થ ડુંગરિયાં મહિમાવંત,

આવો વાવો ઝીલી વર્ષા વૃક્ષોનાં વન,


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational