STORYMIRROR

Bhavna Bhatt

Inspirational

3  

Bhavna Bhatt

Inspirational

આવો દિવાળી ઉજવીએ

આવો દિવાળી ઉજવીએ

1 min
502


આવો દિવાળીની સફાઈ હવે ચાલુ કરી દઈએ,

કંઇક અલગ કરી મન મોટાવ ભુલાવી દઈએ.


આ વર્ષે મનમાં રહેલા વેર ઝેર મિટાવી દઈએ,

દિલની ભાવનાને વિસ્તૃત સ્વરૂપમાં રાખીએ.


દંભના તોરણ ઉતારી ચાર રસ્તા મુકી આવીએ,

બહાર મહાન બનવાના અભરખા છોડી દઈએ.


પરિવાર સિવાય કોઈ કોઈનું નથી સમજી જઈએ,

એને ખુશી આપવા નાની મોટી ભેટની રંગોળી પૂરીએ.


નિરાશાઓના કોઈ ફાનસ હોય તો બુઝાવી દઈએ,

આશાના દરેક ઉંબરે નવા દીપ પ્રગટાવી દઈએ.


નાની મોટી તું તું મેં મેં ભૂલી, એક બની રહીએ,

અવગુણો ભૂલી સારા કામની કદર કરતા શીખીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational