આવને ચકલી આવ
આવને ચકલી આવ
હું નાની ને તું પણ નાની, કરીએ મનની વાત
આવ ને ચકલી આવ, તારું ઘર બતાવ
ઝાડની નાની ડાળ, માળો ઝોલા ખાય
નાનાં નાનાં બાળ, ઊડે મારી સાથ
ઊડી ઊડી ક્યાં જાય ? લાગે બહુ શરમાળ
આપું તને ચણ, આવ મારી સંગાથ
છોકરાં તારાં કલબલ કરે, રાખને બંધ સાદ
ચકા રાણા ચક ચક કરી, રોજ કરે ફરિયાદ
ચકી રાણી હળવે હળવે, ભાષા તારી શીખું
આપને મને એક મજાનું તારું નાનું પીછું
તારી સંગાથે રમવું ગમે, ગમતી કાલી વાત
હાલ ને ભેગા રમીએ રંગે, કરીએ મનની વાત
