આવજો.... ભલે પધારો
આવજો.... ભલે પધારો
ચાલ આવજો કહી જાઉં છું
મજબૂર છું પાછો તો આવી નહિ શકું,
વાતોને ભૂલી અહીં છોડી જાઉં છું
વીતી ગયેલું પાછું નહિ આપી શકું,
ક્યાંક ખાટી મીઠી યાદ આપી જાઉં છું
હું તો વાગોળવા પાછો નહિ આવી શકું,
સંભાળીને રહેજો એમ કહી જાઉં છું
મજબૂર છું હું પણ ખુદની આગળ,
સમય છું અજેય, આવીશ નવા સ્વરૂપે
બસ જુના સ્વરૂપે મળવા નહિ આવી શકું.
