આવીશ
આવીશ
તું બોલાવીશ ત્યારે જ આવીશ,
શ્રાવણમાં વરસાદ થઈને આવીશ,
આંબા પરની ઢેલ થઈ
તને મોર કહી પોકારીશ,
કોયલનો મીઠો ટહુકો કરી
તને પીયુ કહી બોલાવીશ,
ઝાંઝરનો ઝણકાર સંભળાવી
તને પાગલ કરી મૂકીશ,
હૈયાનો હાર કરી કંઠે સોહાવીશ,
તું બોલાવીશ ત્યારે જ આવીશ.

