આવી શરદપૂનમની રાતડી
આવી શરદપૂનમની રાતડી
આસો મહિનાની છે આ રાત
ઠંડો ઠંડો વહે છે સમીર
આવી શરદપૂનમની રાતડી.....!
શીતળ છે ચાંદની
આકાશે વેર્યા પ્રકાશ
આવી શરદપૂનમની રાતડી...!
ગોપીઓ રમે છે રાસ
કૃષ્ણ વગાડે વાંસળી
આવી શરદપૂનમની રાતડી...!
દૂધપૌઆની બની છે ખીર
ચંદ્રની ઊર્જા છે અપાર
આવી શરદપૂનમની રાતડી...!
સખીઓ લઈ લો દાંડિયા
ગરબે રમવા જઈએ આજ
આવી શરદપૂનમની રાતડી....!
