આવી દુલારી દિવાળી
આવી દુલારી દિવાળી
આવી દુલારી દિવાળી…..
ભરી ઉમંગની થાળી
આવી દુલારી દિવાળી
ઘર અને મન કર્યું સાફ આજ વાળી
શોભેછે ચોક રૂડો, લઈ ભાતી રંગોળી
હૈયા ને હોઠે હો ઉજાણી
આવી દુલારી દિવાળી
ઝૂમતા તોરણે તૂટતા મનડાના ભારણ
છૂટતા વેરઝેરને સબરસના ધારણ
અન્નકૂટની લઈ થાળી
આવી દુલારી દિવાળી
ઘરના ટોડલે ને મન કેરા ગોખલે
પ્રગટે અજવાળાં અંતરના દીવડે
ફોડે ફટાકડા ટોળી
આવી દુલારી દિવાળી
ધનધાન્યથી છલકજો ઘરઘર
નવલ પ્રભાતે વધાવું રે શ્રીધર
ખુશીઓથી ભરજો ઝોળી
આવી દુલારી દિવાળી
રમેશ પટેલ(આકાશદીપ)
