આવી દિવાળી
આવી દિવાળી
આવી રૂડી દિવાળી સાથે ખુશીઓ લાવી,
આંગણાનું અંધારું દૂર કર્યું મે તો દીપ જલાવી,
રૂડી દિવાળી આવી સાથે નવો સંદેશ લાવી,
રાગ, દ્વેષ, ક્રોધનો અંધકાર દૂર કર્યો મે તો, હૈયે પ્રેમનો દીપક જલાવી,
રૂડી દિવાળી આવી આશાનો નવો સંદેશ લાવી,
નિરાશાનો અંધકાર દૂર કર્યો મે તો,
આશાનો દીપ જલાવી,
રૂડી દિવાળી આવી પ્રકાશનો સંદેશ લાવી,
દુશ્મનાવટનો અંધકાર દૂર કર્યો મે તો, મિત્રતાનો દીપ જલાવી,
સાચા અર્થમાં ઉજવી મે આજે દિવાળી,
સૌના હૈયે પૂરી મે તો આનંદની રંગોળી.
