STORYMIRROR

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Drama

3  

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Drama

આવી દિવાળી

આવી દિવાળી

1 min
184

આવી દિવાળી આવી દિવાળી

નૂતન વર્ષ લઈને આવી દિવાળી,


આવતાં જતાંનાં નેહડાં લેજો,

મીઠાં બની મીઠાંઈ તમે લેજો,


સ્નેહ બની રસભર રમજો,

નવા બની તમે રાસે રમજો,


આવી દિવાળી આવી દિવાળી,

નૂતન વર્ષ લઈને આવી દિવાળી,


જૂના સબંધો તમે તાજા કરજો,

આવતાં જતાનાં મો મીઠાંં કરજો,


ભૂલી ભૂલાવજો તાંતણા બાંધજો,

સૂતર તણાં દોરા તમે કાંતજો,


આવી દિવાળી આવી દિવાળી,

નૂતન વર્ષ લઈને આવી દિવાળી,


ફૂલ કેરી ફોરમ ને ભ્રમર બની પમરાજો,

મીઠાં મીઠાં મધ બની તમે હૈયે હરખાજો,


યાદો બની તમે શમણાં સજાવજો,

વાયદા કરી તમે હમણાં આવજો,


આવી દિવાળી આવી દિવાળી,

નૂતન વર્ષ લઈને આવી દિવાળી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama