આવ તું
આવ તું


આજે નયન પણ બન્યાં અધીર હરખાતી આવ તું !
વિયોગે ઉરે ભોંકાતા તાતાં તીર શરમાતી આવ તું !
કેટકેટલી કરી પ્રતિક્ષા તારા આગમન કાજે ઉમંગે,
જાણે હરાઈ ગયું તનમનનું હીર મલકાતી આવ તું !
સંવારી દે રસ્તાને તારા પદરવથી એ ઝંખતો હશે ને,
કરીને નુપૂરરવ તારો મુજ અજીર મુસકાતી આવ તું !
અદમ્ય ઉત્સાહને સોનેરી સપનાં ભર્યાં તારી આંખે,
નથી તારા સમાન જગમાં અમીર મદમાતી આવ તું !
ભૂલી પડી કોઈ સ્વર્ગસુંદરી મદનબાણને પ્રહારતી,
વિશ્વવિજય કરતી જાણે લકીર ગણગણતી આવ તું.