STORYMIRROR

Heena Pandya (ખુશી)

Romance

3  

Heena Pandya (ખુશી)

Romance

આવ પાસે બેસવા.

આવ પાસે બેસવા.

1 min
976


આ હૃદયમાં આવ સરકી સાવ પાસે બેસવા,

એક જૂની યાદ છલકે વાવ પાસે બેસવા.


એક તારો સાથ લઇને હું જતી જો ડૂબવા,

ચાલ ઘરથી નીકળીએ ઘાવ પાસે બેસવા.


લાગ આવે તો તરી નાખું જે દરિયે ઊતરી,

લાવ મઝધારે કદી તું નાવ પાસે બેસવા.


જિંદગીની આ રમતમાં ત્યાં બધુંયે હારશું,

પ્યારને પણ સ્હેજ મુકને દાવ પાસે બેસવા.


સહેલું છે મનનું ગણિત પણ દાખલા ખોટા પડે,

છે "ખુશી" ગણવાને થોડી આવ પાસે બેસવા.



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance