આતુરતાની ઘડી
આતુરતાની ઘડી
આતુરતાના અન્તની એ ઘડી આવી હતી,
શરુઆત થઇ હતી ઠંડકરુપી સવારથી,
રંગબેરંગી ચાદર ઓઢી બેઠી હતી કુદરતની કાયા,
ને હાથમાં હાથ અને હવાનાં સ્મિત સાથે,
ગગનમાં ભાગતા એ વાદળ સાથે, જીંદગીની એક નવી શરુઆતમાં,
તારો નિરાલો સાથ અને પ્રેમની ભાવના થકી, ઘેલી થઈ હું તારા રંગમાં,
કે આજનાં આ દિવસમાં દુનિયા ખિલી ઉઠી જાણે,
થનગનતા મોરનાં નૃત્યમાં, ને તુ થયો ઘાયલ જાણે આજે મારા પ્રેમમાં…. !
નવી શરુઆત થઇ એક ફરીથી આજનાં આ દિવસમાં,
કે ઘડી હતી એ આતુરતાનાં અંતમાં , જે પુરી થઇ આજનાં આ દિવસમાં.
